મને બદનામ કરવા બીજેપી નકલી સેક્સ સીડી જાહેર કરી શકે છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે બીજેપી સેક્સ સીડી જાહેર કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરી શકે છે. હાર્દિકે આરોપ લગાવ્યો કે ગુજરાત ચૂંટણીમાં ખરાબ વીવીપેટ મશીનોનો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે.

હાર્દિકે જણાવ્યું કે મને બદનામ કરવા માટે બીજેપીએ નકલી સેક્સ સીડી તૈયાર કરી છે. જેને તેઓ ચૂંટણી પહેલાં જાહેર કરશે. હાર્દિકે જણાવ્યું કે આનાથી વધારે બીજેપી પાસે અપેક્ષા પણ શું રાખી શકાય. એટલા માટે રાહ જોવો, અને આનંદ લો.

હાર્દિકને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને સીડી વિશે કેવી રીતે ખબર પડી તો હાર્દિકે જણાવ્યું કે બીજેપીની જ ખાસિયત છે. તો બીજી તરફ હાર્દિકે લગાવેલા આરોપ પર બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]