સૈનિક જવાનોની પત્નીઓએ શીખી અવનવી વાનગીઓ, AWWA દ્વારા આયોજન..

અમદાવાદઃ આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) સપ્તાહ મનાવવાના ભાગ તરીકે અમદાવાદની જાણીતી હોટલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.સૈન્ય જવાનો તો સરહદે ભૂખતરસ જોયાં વિના સુરક્ષાકાર્યમાં તહેનાત રહે છે, પરંતુ જ્યારે પરિવારને મળવા આવવાનો સમય હોય ત્યારે તેમને પોતાના ઘરમાં જ સ્વાદિષ્ટ વ્યંજનો સ્વાદપૂર્તિ કરે અને સંતુષ્ટ કરે તેવા જેવી રુડી વાત કઇ હોય.આવા સુંદર હેતુ સાથે  સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના જવાનોની પત્નીઓ માટે એક રસોઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

હોટેલના શેફે આ વર્કશોપ માટે ખાસ શાકાહારી વાનગીઓ તૈયાર કરી હતી અને તેમને રસોઈ અંગેની કેટલીક ટીપ્સ પણ આપી હતી. આ ઈન્ટરએક્ટીવ વર્કશોપનો ઉદ્દેશ સેનાના જવાનોની પત્નીઓની રસોઈનું કૌશલ્ય વધુ નિખાર આપવાનો હતો, જેથી તે ઘરમાં જ ઉપલબ્ધ સાધનસામગ્રી વડે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે.

આ કાર્યક્રમમાં જવાનોની પત્નીઓ તરફથી પણ અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો હતો. તેમાં તેમનો રસોઈ માટેનો  શોખ વર્તાતો હતો. શેફે તેમને વિવિધ પ્રકારની ટીપ્સ આપી હતી અને પોતાની સ્વાદ પસંદગી અનુસાર કઈ રીતે વાનગીઓ તૈયાર કરી શકાય તે જણાવ્યું હતું. આ વર્કશોપમાં સેનાના જવાનોની આશરે 30 પત્નીઓ સામેલ થઈ હતી.

આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) એ ભારતનુ સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન છે. તે સેનાના જવાનોના  જીવનસાથી અને આશ્રીતોના સામાજિક સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ મારફતે વિવિધ

 

સામાજિક જવાબદારીઓ અદા કરે છે. આ એસોસિએશનની નોંધણી તા. 23 ઓગસ્ટ 1966ના રોજ કરાઈ હતી ત્યારથી વર્ષના તે દિવસને આવા ડે તરીકે મનાવવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]