અમદાવાદઃ શહેરમાં વર્ષ 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. શહેરના સિટી ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે સ્થળો પસંદ કરવા અને માળખાગત સુવિધાઓનું મૂલ્યાંકન કરવા માટે કન્સલ્ટન્ટો પાસેથી દરખાસ્તો મગાવી છે. આ માટે ઔડા દ્વારા કે ઓલિમ્પિક ગેમ્સના હોસ્ટિંગ માટે સ્પોર્ટ્સ અને નોન-સ્પોર્ટ્સનાં સ્થળો તેમ જ શહેરમાં માળખાગત સુવિધાઓની આકારણી માટે ટેક્નિકલ એસિસ્ટન્ટ કન્સલ્ટન્ટ-એજન્સીની નિમણૂક કરવામાં આવશે. આ જાહેરાત મુજબ આ પ્રોજેક્ટને ઔડા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રૂપે પૂરો કરવામાં આવશે. ઔડા દ્વારા એ માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ એજન્સી ત્રણ મહિનામાં સર્વે કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે ખૂટતી બાબતોનો અહેવાલ આપશે.
અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સ્થળ બનાવવા જેમાં ઓલિમ્પિક્સ, એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી ઇવેન્ટ્સનું આયોજન થઈ શકે એ હેતુથી કન્સલ્ટન્ટ્સ ને માખળાકીય સવલતો વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન થઈ શકે એવા ઉદ્દેશથી વિકસાવવા માટે કહેવામાં આવશે, એમ ઔડાના ચેરમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું. આ ટેન્ડરની વિગતવાર માહિતી સરકાર દ્વારા ઈ-પ્રોક્યુરમેન્ટ વેબસાઇટ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GNFC) પર મૂકવામાં આવી છે. કન્સલ્ટન્ટને માળખાકીય ગેપ પૂરો કરવા અને સાડાત્રણ મહિનાની અંદર રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે. આ માટે ઔડા દ્વારા પ્રી-બિડ બેઠક બોલાવવામાં આવી છે. આ માટેની છેલ્લી તારીખ 24 જૂન અને પ્રાથમિક અને ટેક્નિકલ સ્ટેજ માટેના ટેન્ડર 25 જૂને ખોલાશે, એમ ઔડાના એક્ઝિક્યુટર એન્જિનિયર જતિન કાપડિયાએ કહ્યું હતું.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 24 ફેબ્રુઆરી શહેરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદઘાટન કર્યા ત્રણ મહિના પછી અધિકારીઓને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની યોજનાનું અનાવરણ કર્યું હતું.