સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અટલ ફ્રૂટઓવર બ્રિજ’ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટની બંને તરફ ‘ ફૂટ બ્રિજ ‘ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કથી શરૂ થતાં આકર્ષક ડિઝાઇનથી તૈયાર કરેલા આ બ્રિજનું નામ ‘ અટલ બ્રિજ ‘ રાખવામાં આવ્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે 27 ઓગસ્ટે કરવામાં આવશે. એ સાથે વડા પ્રધાન મોદી અટલ બ્રિજનું ઈ-લોકાર્પણ કરશે.

એક તરફ ઉપરવાસમાં સારો વરસાદ થવાથી સાબરમતીમાં આવેલા નવા નીરથી નદીના સ્વરૂપમાં જોવા મળી રહી છે. બીજી તરફ શહેરના નાગરિકોને નવો સુંદર ડિઝાઇનથી તૈયાર કરેલો અટલ બ્રિજ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)