‘તાઉ’તે’ને લઈ આર્મી સજ્જઃ કેન્દ્રની મદદની ખાતરી

અમદાવાદઃ ‘તાઉ’તે’ તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાયું છે. ‘તાઉ’તે’ વાવાઝોડાને પગલે ભારતીય સેના સંપૂર્ણ રીતે સજજ બની ગઈ છે. ગુજરાતમાં આર્મીની લગભગ 180 જેટલી ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. આ વાવાઝોડું રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન રૂપાણી સાથે વાવાઝોડા મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે. હાલમાં વાવાઝોડું દીવથી 90 કિલોમીટર દૂર છે. 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

રાજ્યમાં કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને આર્મીની ટીમ તૈયાર સજ્જ છે. 60 જેટલી ટીમો હાલ આગળ વધારવામાં આવી છે. જેમાંથી છ જેટલી સેનાની ટીમને પોરબંદર અને દીવમાં મોકલવામાં આવી છે. વાવાઝોડાની સૌથી મહત્તમ અસર સૌરાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી ગણાતા દીવમાં જોવા મળવાની આશંકા છે. વાવાઝોડું અને રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે વાવાઝોડા મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે.

પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે ‘તાઉ તે’ વાવાઝોડું ત્યારે પવનની ઝડપ 155થી 185 કિલોમીટર પ્રતિ કલાક હશે. રાજ્યના સંભવિત અસગ્રસ્ત વિસ્તારોમાંથી બે લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો વેરાવળ-જાફરાબાદ બંદરે ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

રાજ્યમાં 174 આઇસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ છે.. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે એ 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે.