ગાંધીનગરઃ આસારામને એક શિષ્યાની સાથે બળાત્કારના આરોપમાં રાજ્યની ગાંધીનગર કોર્ટે સમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટેના જસ્ટિસ ડીકે સોનીએ વર્ષ 2013માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામ દોષી માલૂમ પડ્યા હતા, જ્યારે આસારામની પત્ની સહિત છ અન્ય લોકોને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા.
ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે આ કેસમાં ચુકાદો આપતાં આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત પીડિતાને રૂ. 50,000નું આર્થિક વળતર આપવા કોર્ટે સૂચન કર્યું હતું. વર્ષ 2013માં સપ્ટેમ્બર માસમાં આશારામ વિરુદ્ધ સુરતમાં યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો એ પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એ પછી અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.
આસારામ સામે દુષ્કર્મ મામલે ગઈ કાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો હતો. ગઈ કાલે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આસારામ સહિત કુલ સાત આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.
શું છે આ કેસનો મામલો?
વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર, 2013એ રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.