અંબાલાલ પટેલને દેખાયા ચોમાસાના એંધાણ, દેશમાં વાવાઝોડાનું આંશિક સંકટ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વાર કાળઝળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે.

ચોમાસાના લઈ હવામાન નિષ્ણાતે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 15 થી 17 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસુ બેસી શકે છે આ સાથે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો સંકટ પણ આવવાની શક્યાતા છે. ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યું કે બંગાળી ખાડીમાં ચક્રવાત સર્જાય શકે છે. જેની સીધી અસર દેશ પર થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી વ્યક્ત કરતા કહ્યું કે 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જે બાદ તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.