સસ્પેન્સનો અંત: બંન્ને પક્ષના તમામ ઉમેદવારો જાહેર…

અમદાવાદઃ ભાજપે ગત મોડી રાત્રે બાકી રહેલી અમદાવાદ પૂર્વની બેઠક પરથી હસમુખ પટેલના નામની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાની બાકી રહેલી બે સીટો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

કોંગ્રેસે ભરુચથી શેરખાન પઠાણ અને દાહોદ બેઠક પરથી બાબુ કટારાના નામની જાહેરાત કરી છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસે પોતાની બાકી રહેલી બે બેઠકો પર આજે છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

 

વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો

બેઠક                                 કોંગ્રેસ                                       ભાજપ

ઉંઝા                                 કાંતીલાલ પટેલ                            આશા પટેલ

ધ્રાંગધ્રાઃ                             દિનેશ પટેલ                                પરસોત્તમ સાબરિયા

જામનગર ગ્રામ્ય                   જયંતી ભાઈ સભાયા                       રાઘવજી પટેલ

માણાવદર                          અરવિંદભાઈ લાડાણી                      જવાહર ચાવડા

 

ભાજપ દ્વારા જામગર ગ્રામ્યથી રાઘવજી પટેલની વિધાનસભા ચૂંટણી માટે પસંગગી કરવામાં આવી છે. રાઘવજી પટેલ ગત વિધાનસભા ચૂંટણીથી ભાજપ સાથે છે, આશાબેન પટેલ, પરસોત્તમ સાબરિયા, અને જવાહર ચાવડા અન્ય પક્ષમાંથી આવેલા ઉમેદવારો છે.