અમદાવાદ પૂર્વમાં એચ એસ પટેલ લોકસભા ઉમેદવાર જાહેર, ભાજપે 26 ઉમેદવાર જાહેર કરી દીધાં..

અમદાવાદઃ અમદાવાદ પૂર્વમાં ઉમેદવાર જાહેર કરવામાં જબરો સસ્પેન્સ રાખ્યાં બાદ મોડી રાત્રે ભારતીય જનતા પક્ષે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ભાજપે પૂર્વ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતાં. એકસમયે ભાજપની અતિગુપ્તતાનીતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ઉમેદવારી કરવાના હોવાની જોરદાર વાતો પણ માહોલ ગરમાવી ગઈ હતી.અમદાવાદ પૂર્વ પર કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ સામે ભાજપના હસમુખ પટેલનો ચૂંટણીજંગ જામશે આ બેઠક પર પરેશ રાવલ ગત ટર્મમાં લોકસભામાં જંગી બહુમતીથી ચૂંટાયેલા છે. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યાં બાદ આ બેઠક પર અનેક ઉમેદવારોના નામ મેદાનમાં આવ્યાં હતાં. વલ્લભ કાકડીયા, મનોજ જોશી, સી કે પટેલ જેવા ચહેરાઓ આ બેઠક પર ઉમેદવારી માટે ખૂબ ચર્ચાયાં હતાં. હવે આજે એચ એસ પટેલ કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા સાથે બાઈક રેલી સ્વરુપે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરી રહ્યાં છે. પાટીદારોના પ્રભુત્વ ધરાવતાં વિસ્તારો આ બેઠકમાં હોવાથી આ બેઠક બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાનો છે.

હસમુખભાઈના નામ પર મહોર લાગવાની સાથે જ ગુજરાતમાં ભાજપમાં લોકસભા બેઠકો માટે તમામ 26 ઉમેદવારની યાદી પૂર્ણ થઈ છે.

બેઠક ભાજપના ઉમેદવાર
પાટણ ભરતસિંહ ડાભી
પંચમહાલ રતનસિંહ રાઠોડ
વલસાડ કે.સી.પટેલ
પોરબંદર રમેશ ધડૂક
જૂનાગઢ રાજેશ ચૂડાસમા
રાજકોટ મોહન કુંડારીયા
કચ્છ વિનોદ ચાવડા
નવસારી સી.આર.પાટીલ
અમદાવાદ(વેસ્ટ) ડૉ.કિરીટ સોલંકી
વડોદરા રંજન ભટ્ટ
છોટાઉદેપુર ગીતાબહેન રાઠવા
આણંદ મીતેશ પટેલ
અમરેલી નારણ કાછડીયા
જામનગર પૂનમ માડમ
ગાંધીનગર અમિત શાહ
સુરેન્દ્રનગર ડૉ.મહેન્દ્ર મુંજપરા
મહેસાણા શારદાબહેન પટેલ
ભરુચ મનસુખ વસાવા
બનાસકાંઠા પરબત પટેલ
અમદાવાદ ઈસ્ટ એચ.એસ.પટેલ
બારડોલી પ્રભુ વસાવા
સૂરત દર્શના જરદોશ
ભાવનગર ભારતીબેન શિયાળ
ખેડા દેવુસિંહ ચૌહાણ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ
દાહોદ જશવંતસિંહ ભાભોર