અદાણી ઓરિસ્સામાં રૂ. 57,575 કરોડના રોકાણ દ્વારા બે પ્રોજેકટ સ્થાપશે

અમદાવાદ: ઓરિસ્સા ભારતના ખનિજના ભંડાર તરીકે પ્રખ્યાત છે. દેશના અડધાથી વધુ બોક્સાઇટ અને આયર્ન ઓરનો ઓરિસ્સા ભંડાર ધરાવે છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને યુટિલિટી જેવા વિવિધ વ્યવસાયોમાં પોર્ટફોલિયો ધરાવતું અદાણી ગ્રુપ ઓરિસ્સામાં રૂ.૫૭,૫૭૫ કરોડનું મૂડીરોકાણ કરશે. મેટલ સેક્ટરમાં ડાઉનસ્ટ્રીમ એકમોના વિકાસ સાથે અદાણી જૂથના આ પ્રોજેક્ટ્સ જોડાયેલા છે. આ પ્રોજેક્ટસ રાજ્યના વિકાસ અને એકંદર સામાજિક-આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે.

ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકના વડપણ હેઠળની ઉચ્ચ કક્ષાની ક્લિયરન્સ ઓથોરિટીએ અદાણી ગ્રુપની વાર્ષિક ચાર મિલિયન મેટ્રિક ટનની ઉત્પાદનની ક્ષમતાની રિફાઇનરી અને એક વાર્ષિક ૩૦ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાનો આયર્ન ઓર પ્રોજેક્ટ (વેલ્યુ એડિશન)- એવા બે પ્રકલ્પો સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ધાતુઓ નિર્ણાયક ચીજવસ્તુઓ છે જેમાં આપણા રાષ્ટ્રએ આત્મનિર્ભર હોવું જ જોઈએ અને આ બન્ને પ્રોજેક્ટ્સ આત્મનિર્ભરતાના અમાર વિઝન સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાવર ઇન્ટેન્સિવ વ્યવસાય હોવાને કારણે તે રિન્યુ્એબલ એનર્જી સાથે એક વિશાળ સંલગ્નતા ધરાવે છે, જે પેદા કરવા અને કોઈ પણ જગ્યાએ સૌથી ગ્રીન એલ્યુમિના ઉત્પન્ન કરવામાં મદદ કરવા અમે સક્ષમ છીએ. અમારું રાજ્યમાં રૂ.૫૭,૫૭૫ કરોડનું મૂડીરોકાણના સ્થાનિક ક્ષેત્રમાં ૯૩૦૦ નોકરીઓનું સર્જન કરશે અને ઓડિશામાં હજારો પરોક્ષ રોજગારીની તકો ખોલશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાર્ષિક ચાર મિલિયન મેટ્રિક ટનના ઉત્પાદન ક્ષમતાની ઇન્ટિગ્રેટેડ એલ્યુમિના રિફાઇનરીનું નિર્માણ સંભવત બોક્સાઇટ અનામત અથવા ઓપરેશનલ ખાણોની નજીક કરવામાં આવશે, જે સ્મેલ્ટર ગ્રેડ (મેટલર્જિકલ ગ્રેડ) એલ્યુમિનાનું ઉત્પાદન કરશે, જે ભારતને આયાતનો પર્યાય બનવા તરફ આગળ વધવામાં મદદ કરશે. વાર્ષિક ૩૦ મિલિયન મેટ્રિક ટન ઉત્પાદનની ક્ષમતાના આયર્ન ઓર (વેલ્યુ એડિશન) પ્રોજેક્ટમાં આયર્ન ઓર કોન્સન્ટ્રેટનું ઉત્પાદન કરતા આયર્ન ઓર બેનિફિશિયેશન પ્લાન્ટ, આયર્ન ઓર કોન્સન્ટ્રેટ સ્લરી માટે સ્લરી પાઇપલાઇન અને ડિવોટરિંગ/ફિલ્ટરેશન અને ફિલ્ટર કેક અને પેલેટ પેદા કરવા માટે પેલેટ પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવશે..

ગ્રુપનો ઉત્તરી ઓડિશાના કેઓન્ઝાર જિલ્લાના દેઓઝરમાં આયર્ન ઓર બેનિફિશિયેશન પ્લાન્ટ સ્થપાશે, જ્યારે પેલેટ પ્લાન્ટને અડીને આવેલા ભદ્રક જિલ્લાના ધામરામાં નિર્માણ કરવામાં આવશે. દેવઝર અને ધામરા વચ્ચેના રસ્તાઓના યુટિલિટી કોરિડોર સાથે પાઇપલાઇનને સાંકળી લેવામાં આવશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]