વાસ્તુ: ઈશાન થી નૈરુત્યની વચ્ચે દોષ હોય તો ઘરમાં કંકાસ વધે…

શું આપણે વાસ્તવમાં આઝાદ છીએ? વસ્ત્ર, જીવનશૈલી, ભાષા, એ બધુ વિદેશનું અનુકરણ છે. મુક્ત હ્રદય હોય તો જ મુક્ત છીએ એવું કહેવાય. જ્યાં સુધી આપણે ભારતને મનમાં નહીં રાખીએ ત્યાં સુધી આપણે ભારતમાં રહીને પણ મુક્ત નથી. ભારતીય થવા ભારતના વિચારો અને સંસ્કૃતિનુ જતન જરુરી છે.

વાચક મિત્રો આ વિભાગ તમારો જ છે. તમને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો તમે નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.તમને ચોક્કસ એનો જવાબ મળશે.

સવાલ: સર, મારા ઘરમાં યુવાનો છે. એમની વિચારધારા બહુ અલગ છે. એમને મન ભૌતિક્તા જ સર્વસ્વ છે. દેખાડો, પૈસા પાછળની આંધળી દોટ, એ મને ડરાવે છે. બધુ ક્યા જઈને અટકશે?

જવાબ: પશ્ચિમના રંગોમા રંગાઈ અને ભારતીય કેવી રીતે બની રહે? બાળક જે જુએ છે તે શીખે છે. આપણે બદલાશું તો એ લોકો બદલાશે. દેખાડો બંધ કરી સાચા ભારતીય બનીએ.

સવાલ: મારા ઘરમાં ખુબ અશાંતિ છે. નાની નાની વાતનું મોટુ સ્વરૂપ ઉભુ થાય છે. આખુ ઘર હલે છે. જીવન માંથી રસ ઉડી ગયો છે. કૈક સમાધાન આપો ને.

જવાબ: આપના ઘરના ઈશાન થી નૈરુત્યની વચ્ચે ત્રણ દોષ છે. જે કંકાસ કરાવવી શકે. ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. ઘરમાં પોતુ કરતી વખતે પાણીમાં મીઠુ નાંખી દો.

સુચન : ઈશાનમાં ફુવારો ના રાખવાની સલાહ છે.

(આપના સવાલો મોકલી આપો…Email : vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]