સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલી પાણી છોડાયું…

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ છલકાતાં એના પાંચ દરવાજા 12 ઓગસ્ટ, શુક્રવારે બપોરે 12 કલાકે 0.3 મીટરે ખોલી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. જેને કારણે નર્મદા નદીમાં 10,000 ક્યૂસેક પાણીનો સફળતાપૂર્વક નિકાલ થઈ શક્યો હતો. ડેમની હાલની જળસપાટી 133.80 મીટર છે.

નિચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાનોએ રહેવા તથા માછીમારોને માછીમારી માટે વધારે દૂર સુધી પાણીમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી છે.

સરદાર સરોવર ડેમના દરવાજા ખુલ્લા મૂકાયા બાદના મનમોહક દ્રશ્યોના વીડિયો…