અદાણી ગ્રુપ ફ્લિપકાર્ટની ક્લીયરટ્રિપમાં રોકાણ કરશે

અમદાવાદ તા.૨૯મી ઓક્ટોબર, ૨૦૨૧: ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર ઔદ્યોગિક સમૂહ અમદાવાદના અદાણી જુથે ક્લીયરટ્રિપ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરી રહ્યું  હોવાની આજે જાહેરાત કરી છે. ક્લીયરટ્રિપ ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર (OTA) અને ફ્લિપકાર્ટ ગ્રુપનો એક ભાગ છે, જે ભારતની હોમગ્રોન કન્ઝ્યુમર ઈન્ટરનેટ ઈકોસિસ્ટમ છે. આ રોકાણના ભાગરૂપે અદાણી જૂથ ક્લીયરટ્રિપમાં નોંધપાત્ર નજીવો હિસ્સો હસ્તગત કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (ડાબે) અને ફ્લિપકાર્ટ ગ્રુપના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ

આ રોકાણ દ્વારા અદાણી ગ્રુપ અને ફ્લિપકાર્ટ ગ્રુપને પરસ્પર સહકારનો લાભ મળશે જે ગ્રાહકોને શ્રેષ્ઠ મુસાફરીની અનુભૂતિ કરાવશે. ક્લીયરટ્રિપને ફ્લિપકાર્ટ જૂથે હસ્તગત કર્યા બાદ ક્લીયરટ્રિપના ફ્લાઇટ બુકિંગમાં દસ-ગણી વૃદ્ધિ જોવા મળી છે. વધુમાં અદાણી એરપોર્ટ્સ દ્વારા થયેલા અવલોકનમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે, આ વધારો કોવિડ-19 મહામારી પૂર્વેની સ્થિતિની નજીક પહોંચી ગયો છે. આ ભાગીદારી ક્લીયરટ્રિપને ડિજિટલ સીમાઓ પાર કરવા અને એન્ડ-ટુ-એન્ડ મુસાફરી સેવાઓને ઑનલાઇન તરફ આકર્ષવામાં વધુ સક્ષમ બનાવશે.

બંને જૂથ ભારતીય ગ્રાહકોને ડિજિટલ ઓફરિંગની વિશાળ શ્રેણી સાથે સેવા આપવા માટે કાર્યરત હોવાથી આ રોકાણ અદાણી અને ફ્લિપકાર્ટ જૂથ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી સીમાએ લઇ જશે. ક્લીયરટ્રિપ અદાણી ગ્રુપના OTA પાર્ટનર તરીકે પણ કામ કરશે.

‘ફ્લિપકાર્ટ સાથે અમે મજબૂત સંબંધો વિકસાવી રહ્યા છીએ કે જેમાં ડેટા સેન્ટર્સ, આપૂર્તિ કેન્દ્રો અને હવે હવાઇ મુસાફરી સહિતના બહુ પરિમાણિય ક્ષેત્રો છે,’ એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ જણાવ્યું છે. સ્વદેશી કંપનીઓ વચ્ચેની આ એવી વ્યૂહાત્મક ભાગીદારી છે જેનું આખરી લક્ષ્ય સ્થાનિક નોકરીઓ સાથે ‘આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવાનું છે. ક્લીઅરટ્રિપનો મંચ અમે શરુ કરેલી એક વિશાળ સુપર એપની સફરનો એક આવશ્યક હિસ્સો બની રહેશે, એમ તેમણે વધુમાં કહ્યું છે.

આ ગતિવિધિ વિષે બોલતાં ફ્લિપકાર્ટ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે ગ્રાહકો માટેના અનુભવો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેઓની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ તકો પૂરી પાડી રહ્યા છીએ. આગામી મહિનાઓમાં મુસાફરીનો આંક ઉંચે જવાનો છે ત્યારે ક્લીયરટ્રિપ તેના ગ્રાહકોને સરળ અને અનુકૂળ સફરની અનુભૂતિ કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. અદાણી ગ્રુપ સાથેના સંબંધો મજબૂત બનાવવા અમારો પ્રયાસ છે. દેશમાં લાભદાયી તેઓની અપેક્ષા મુજબના પ્રવાસન માળખા માટેના ઉપાયોની સંભાવનાઓ ચકાસીશું કે જેથી ગ્રાહકોને ઓફરનો વ્યાપ વિસ્તારી શકાય.

કાયદાકીય શરતોને આધિન આ સોદો આગામી નવેમ્બરમાં  પરિપૂર્ણ થવાની શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]