નવી દિલ્હીઃ અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલા આપરાધિક કેસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી તેમ જ તેમના ભત્રીજા સાગર અદાણી પર લાગેલા આપરાધિક આરોપો હટાવી દીધા છે. લાંબા સમયથી આ મામલો ન્યુ યોર્કમાં ચાલી રહ્યો હતો. તેમાં સિક્યોરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડ જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપોને સાબિત કરી શકાયા નથી. તેથી કેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અદાણીની અમેરિકા સાથે કોઈ ડીલ?
છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપને અમેરિકામાં અનેક મામલાઓમાં રાહત મળી છે. ગૌતમ અદાણીના વકીલ રોબર્ટ જીઉફ્રા જુનિયરે તો અહીં સુધી કહ્યું હતું કે ઉદ્યોગપતિ અમેરિકામાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગે છે, પરંતુ લંબિત કેસોને કારણે એવું શક્ય બની રહ્યું નહોતું. રોબર્ટ જીઉફ્રા હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી વકીલ તરીકે પણ કામ કરે છે.ગૌતમ અદાણી પર લાગેલા આરોપોની વાત કરીએ તો એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં સોલર પાવર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે અંદાજે 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
कल अडानी ग्रुप को अमेरिका से बहुत बड़ी राहत मिली थी।
दरअसल मामला 2023 का है जब हिंदनबर्ग की रिपोर्ट के आधार पर गौतम अडानी पर आरोप लगा कि सोलर एनर्जी प्रोजेक्ट्स के लिए भारत के अधिकारियों को 2100 करोड़ की रिश्वत दी गयी थी जबकि अमेरिका के निवेशकों को इस बारे में कोई जानकारी नहीं… pic.twitter.com/IHgMNyQQRI
— Ranjeet kumar Yadav (@RanjeetkrYdv) May 19, 2026
અદાણીની કંપની પર શું આરોપ?
આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝિસ પર ઈરાન પર લાગેલા અમેરિકન પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપો પણ લાગ્યા હતા. જોકે હવે તે મામલાનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. કંપની અને અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.અમેરિકન સંસ્થા SEC (Securities and Exchange Commission)એ અગાઉ ગૌતમ અદાણીની કંપની પર આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી અંગે ભ્રામક માહિતી શેર કરવામાં આવી હતી. જો કોર્ટમાં આ આરોપો સાબિત થઈ ગયા હોત તો ગૌતમ અદાણીને છ મિલિયન ડોલર અને સાગર અદાણીને 12 મિલિયન ડોલર સુધીનો દંડ ભરવો પડી શક્યો હોત.

કેસ કેમ બંધ થયો?
તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝિસે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કંપનીએ આંતરિક તપાસ કરાવી, તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવી અને સુધારાત્મક પગલાં પણ લીધાં હતાં.




