અદાણી ગ્રુપે એરપોર્ટ બિઝનેસની લીડરશિપમાં ફેરફાર કર્યા

અમદાવાદઃ અદાણી ગ્રુપે એની એરપોર્ટ હોલ્ડિંગ કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL)માં અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL)માં મહત્ત્વના નેતૃત્વ પદોમાં અનેક ફેરફાર કર્યા છે. જેથી દેશના બીજા મોટા એરપોર્ટને પોતાના પ્રકારે બદલવા માટે આ ફેરફાર કર્યા છે.

અદાણી જૂથે રવિવારે આ ફેરફારોની જાહેરાત કરી હતી, જ્યારે કંપનીએ જીવીકે ગ્રુપ પાસેથી વહીવટી નિયંત્રણ હાથમાં લેતાં આ બદલાવ કર્યા હતા. ગ્રુપ AAHLની હેટ ઓફિસ મુંબઈથી અમદાવાદ શિફ્ટ કરશે. ગ્રુપે એ પણ કહ્યું હતું કે આર. કે. જૈન હવે MIALના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે પદભાર ગ્રહણ કરશે, જ્યારે બેન ઝાંડી AAHLના નોન-એરોના ચીફ એક્ઝિક્યુટિવ કરીતે કાર્યભાર સંભાળશે.

MIAIના ચીફ એક્ઝિક્યુટિવ અને અમદાવાદ, લખનઉ, મંગલુરુ, ગુવાહાટી, તિરુવંનતપુરમ,  અને જયપુરના ચીફ એરપોર્ટ ઓફિસર જૈનને રિપોર્ટ કરશે, જ્યારે જૈન AAHLના ચીફ એક્ઝિક્યુટિવ મલય મહાદેવિયાને રિપોર્ટ કરશે. આ સાથે AAHLના પ્રેસિડેન્ટ ઓપરેશનન્સ પ્રકાશ તુલસિયાની જૈન પાસેથી MIALના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યભાર સંભાળશે. અદાણી પોર્ટ્સ એન્ડ SEZના ડિરેક્ટર B.V.J.K. શર્માને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (NMIAL)ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાછે MIALના ઓપરેશન્સના વડા પ્રભાત મહાપાત્રા સેન્ટર ઓફ એક્સેલન્સમાં ઓપરેશન્સના વડા તરીકે ભૂમિકા સંભાળશે. આ સાથે મહાપાત્રાને સ્થાને દહેજ પોર્ટ ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે મનોજ કટારને નિયુક્ત કરવામાં આવ્યા છે.