‘આપ’ પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી બહાર પાડી

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ થરાદ, જામનગર દક્ષિણ, જામજોધપુર, તાલાલા, ઉના, ભાવનગર ગ્રામ્ય, ખંભાત, કરજણ, જલાલપોર અને ઉમરગાંવ બેઠક પરથી ઉમેદવારો જાહેર કર્યા છે. હવે માત્ર ત્રણ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાનાં બાકી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 179 બેઠકો પરના ઉમેદવારોનાં નામ જારી કરી દીધાં છે.

બીજી, બાજુ ભાજપે પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં 38 વિધાનસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે.  ભાજપે અનેક સિનિયર નેતાઓને ટિકિટ નથી આપી. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપે એન્ટિ ઇન્કમબન્સીથી બચવા માટે આ વખતે આશરે 40 ટકા નવા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી માટે પોતાના ઉમેદવારની 14મી યાદી જાહેર કરી દીધી છે. ગઈ કાલે (બુધવાર) આપ આદમી પાર્ટીએ 13મી યાદી જાહેર કરી હતી. આજે 14મી યાદીમાં 10 ઉમેદવારો જાહેર કર્યા છે.

બીજી બાજુ કોંગ્રેસમાં આંતરિક લડાઈ ચાલી રહી છે, કેમ કે કોંગ્રેસના વિધાનસભ્યો એક પછી એક પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસના અત્યાર સુધીમાં 20 વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 179 સીટ પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે માત્ર ત્રણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.