અમે ચીન સાથે હરીફાઈ ઇચ્છીએ છીએ, નહીં કે સંઘર્ષઃ બાઇડન

વોશિંગ્ટનઃ  અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડો બાઇડને કહ્યું હતું કે અમે ચીન સાથે હરીફાઈ ઇચ્છીએ છીએ, નહીં કે સંઘર્ષ. આ મહિનાના અંતે ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં G-20 શિખર સંમેલન યોજાવાનું છે, ત્યારે ચીનના શી જિનપિંગ અને બાઇડનની મુલાકાતની સંભાવના છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ બેઠકમાં રાષ્ટ્રીય હિતો અને રેડ લાઇન પર વિચારવિમર્શ થવાની અપેક્ષા છે.

તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે મેં તેમની સાથે અનેક વાર મુલાકાત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે હું હરીફાઈ કરવા ઇચ્છું છું, પણ બંને દેશો વચ્ચે સંઘર્ષ નથી ઇચ્છતો. તેમણે આ વાતચીતમાં જણાવ્યું હતું કે હું સરહદ મુદ્દે પણ તેમની સાથે ચર્ચા કરવા ઇચ્છું છું. તેઓ એ વાત સારી રીતે સમજશે કે અમારી રેડલાઇન શી છે અને તેઓ ચીનનાં હિતો માટે કોને મહત્ત્વનાં માની રહ્યા છે. મારો અમેરિકાનાં મહત્ત્વનાં હિતોમાં શો મત છે. એ સાથે એ અમે એ સુનિશ્ચિત કરીશું કે તેમનાં હિતોનો એકમેક સાથે ટકરાવ ના થાય, એમ તેમણે જણાવ્યું હતું.

મને આશા કે અમે મુક્ત વેપાર અને ક્ષેત્રના અન્ય દેશોની સાથે અનેક મુદ્દે પર વાટાઘાટ કરીશું. તેમને નથી લાગતું કે ચીન રશિયા અથવા તેના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિનનું બહુ માન રાખતું હોય. તેઓ બંને દેશો એકમેકથી અંતર રાખીને ચાલી રહ્યા છે. મને લાગે છે કે હવે ચીનના શી જિનપિંગ શો નિર્ણય કરે છે.