અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે. ‘નેશનલ સર્વિસ સ્કીમ’ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ શહેરનો જન્મદિવસ ‘રંગ અમેઝી’ યુનિક વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન દ્વારા ઊજવ્યો હતો.
26મી ફેબ્રુઆરીની સવારથી એલ.ડી એન્જિનિયરિંગ કોલેજનું કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી પાસેની દીવાલો પર વિદ્યાર્થીઓ, કળા રસિકો અને NSS સાથે જોડાયેલા લોકો એ પોતાની ચિત્રકલા અમદાવાદ શહેરને અર્પણ કરી હતી.
‘રંગ અમેઝી’ સાથે જોડાયેલા રુસિત ચૌધરી ચિત્રલેખા.કોમને કહે છે અમદાવાદ સ્માર્ટ સિટી બની રહ્યું છે. આ હેરિટેજ સિટીની દીવાલો સ્વચ્છ રાખવી દરેક નાગરિકની ફરજ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી NSS સાથે જોડાયેલા લોકો સાથે મળી વિચાર કર્યો હતો કે કોલેજો, યુનિવર્સિટી આસપાસના માર્ગો પર એકદમ ખરાબ ચિતરામણને રોકવા થીમ બેઝ પેઇન્ટિંગ બનાવવાં જોઈએ.
આ વર્ષે પણ અમદાવાદના જન્મદિવસની ઉજવણી એ ડુડલ આર્ટ, એબસ્ટ્રેક્ટ, આર્મ્ડ ફોર્સ, સ્પેસ વિઝન ઓફ ઇન્ડિયા, અમદાવાદ હેરિટેજ સિટી, મોર્ડન ઇન્ડિયા વુમન એમ્પાવરમેન્ટ, સોશિયલ મિડિયા યુથ ડેવલપમેન્ટ, લાઇફ- લાઇફ સ્ટાઇ ફોર એન્વાયર્નમેન્ટ ( G-20), ડિજિટલ ઇન્ડિયા, વસુધૈવ કુટુંબકમ્, ભારત ધ ગ્લોબલ લીડર (G-20 ). જેવા વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હેરિટેજ સિટી અમદાવાદને સ્વચ્છ અને સુંદર રાખવાનો NSSનો એક પ્રયાસ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)