અમદાવાદ ના વિદ્યાર્થીઓ નું અનોખું આર્ટ ઇન્સ્ટોલેશન

શહેર ની સી.એન.ફાઈન આર્ટસ કોલેજ માં પેઇન્ટિંગ, એપ્લાઈડ આર્ટ , સ્કલ્પચર, આર્ટ ટીચર જેવા ક્રીએટીવ કોર્સ ચાલે છે.

ફાઈન આર્ટસની આ કોલેજમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવા આવેલા વિદ્યાર્થીઓ ના વેલકમ માટે ફ્રેશર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. પણ નવા વિદ્યાર્થીઓ ને કેમ્પસમાં વધાવવા આ વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

સી.એન.ફાઈન આર્ટસ કોલેજ ના પ્રિન્સિપાલ જીતુભાઈ ઓઘાણી ચિત્રલેખા. કોમને કહે છે અમારી કોલેજમાં એકદમ ક્રીએટીવ વિચારો વાળા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. એટલે અમે આ વર્ષે નક્કી કર્યુ કે જૂના નવા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી સમાજના કોઈક સંદેશો જાય એવો પ્રવેશોત્સવ ફ્રેશર પાર્ટી નું આયોજન કરીએ. એટલે આ વર્ષે સૌને ભેગા કરી કેમ્પસમાં વૃક્ષા રોપણ કર્યુ અને સમજાવ્યું કે તમે ભણો ત્યાં સુધી આ કેમ્પસમાં તમે વાવેલા વૃક્ષો રોપાઓનું જતન કરો.

આ સાથે તમામ વિદ્યાર્થીઓ ને કહ્યું કે પ્લાસ્ટિક નો સૌથી ઓછો ઉપયોગ થાય એવા પ્રયત્નો કરો. વિદ્યાર્થીઓ એમની આર્ટ માં પણ પર્યાવરણ નું જતન થાય એવા ચિત્રો, સ્કલ્પચર બનાવે એવા સૂચનો કર્યા. નવા વિદ્યાર્થીઓ ના વેલકમ માટે પ્લાસ્ટિક ના ગ્લાસ પર રીવર્સ પેઇન્ટિંગ કરાવરાવ્યું. જે કેમ્પસમાં ફૂલો ની જેમ ખીલી ઉઠ્યું. વિદ્યાર્થીઓ અને સ્ટાફે તૈયાર કરેલી પ્લાસ્ટિક ની રંગબેરંગી કલા કેમ્પસમાં બગીચા ની જેમ ખીલી ઉઠી. ત્યાર પછી નવા જૂના વિદ્યાર્થીઓ સંગીત ના તાલે ઝુમી ઉઠ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)