8 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 44 તાલુકા પંચાયતની પેટાચૂંટણી 7 ઓકટોબરે યોજાશે

ગાંધીનગર– 8 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 44 તાલુકા પંચાયતની પેટી ચૂંટણી 7 ઓકટોબરે યોજાશે અને 9 ઓકટોબરે મતગણતરી હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી પંચે આજે સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા ગોઠવી છે.

રાજય ચૂંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે 7 ઓકટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને 9 ઓકટોબરે મતગણતરી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે આજે 10 સપ્ટેમ્બરે જાહેરાત કરી છે, આથી ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા 10 સપ્ટેમ્બરથી અમલમાં આવે છે.

17 સપ્ટેમ્બર ચૂંટણીની નોટિસ અને જાહેરનામુ પ્રસિધ્ધ કરાશે. ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર રહેશે, અને આ ફોર્મ ચકાસણની તારીખ 24 સપ્ટેમ્બરે રહેશે. ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાની તારીખ 25 સપ્ટેમ્બર છે. મતદાન 7 ઓકટોબરે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. તેમજ મતગણતરી 9 ઓકટોબરે હાથ ધરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]