વાવઃ ચારચાર યુવતીઓએ એકસાથે કેનાલમાં ઝંપલાવી કરી સામૂહિક આત્મહત્યા

વાવઃ ઉત્તર ગુજરાતના ઠાકોરસમાજને હચમચાવનાર સામૂહિક આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ચાર યુવતીઓએ વાવ તાલુકાના દેથળી ગામથી પસાર થતી કેનાલમાં પડતું મૂકી દીધું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ચારેય યુવતીઓ ઠાકોરસમાજની છે. આત્મહત્યા માટે કેનાલમાં કૂદતાં પહેલાં એક સ્યૂસાઈડ નોટ પણ લખવામાં આવી છે. એક સાથે ચાર યુવતીઓએ આપઘાત કરતાં વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હતી.. આ ઘટનાના પગલે મોટાપાયે પોલિસ કાફલો દોડી આવ્યો હતો. તેમ જ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટના છે અને યુવતીઓના માતાપિતાને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું કે આ નાદાનીભર્યું પગલું જણાય છે. મૃતદેહો મળી આવ્યો પીએમ રીપોર્ટ દ્વારા વધુ જાણકારી સામે આવશે.સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી મૃતદેહ મળી આવ્યાં નથી.

કેનાલ પાસેથી ચંપલ અને સ્યૂસાઇડ નોટ મળી છે. તેમાં લખ્યું છે કે બે યુવતીઓ બીમારીને કારણે આત્મહત્યા કરી લીધો છે.તેમ જ અન્ય યુવતીએ તેમની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]