MICA દ્વારા ભારતીય-OTT- પ્લેટફોર્મ્સ રિપોર્ટ-2020ની ત્રીજી આવૃત્તિ

અમદાવાદઃ અત્રે દેશની સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ ભારતીય OTT પ્લેટફોર્મ્સ રિપોર્ટ-2020ની ત્રીજી આવૃત્તિ રિલીઝ કરી છે. આ અહેવાલ અમદાવાદસ્થિત સ્ટાર્ટઅપ કમ્યુનિકેશન ક્રાફ્ટ્સના સહયોગમાં રિલીઝ કરાયો છે. આ અહેવાલ ઉદ્યોગ અને શિક્ષણક્ષેત્ર વચ્ચે વધી ગયેલા અંતરને ઘટાડી બંનેને જોડવા માટે MICAની સેન્ટર ફોર મિડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સ્ટડિઝ સંસ્થાનો એક પ્રયાસ છે.

આ છે અહેવાલની વિશેષતાઃ

  • ભારતીયો 2020ના માર્ચમાં 6 કરોડ 30 લાખ મિનિટ સુધી ગેમ્સ રમી હતી, 2019 કરતાં 49% વધારે.
  • દર અઠવાડિયે વિડિયો વપરાશમાં 8.43 કલાક સાથે ભારત બીજા નંબરે છે. અમેરિકા દર અઠવાડિયે 8.55 કલાકો સાથે પહેલા નંબરે છે.
  • ગેમિંગનો વપરાશ 2020ની 25 એપ્રિલના અઠવાડિયામાં 4 કલાક પાંચ મિનિટના સમયે પહોંચ્યો હતો
  • કોવિડ19 પૂર્વેના સમયગાળામાં સ્માર્ટફોન વપરાશ 3 કલાક 22 મિનિટનો હતો, જે કોવિડ19 દરમિયાન 3 કલાક 54 મિનિટ સુધી વધ્યો હતો
  • OTT ગેમિંગના સૌથી વધુ દર્શકો 15-24 વયજૂથમાં છે.
  • કોમેડી સૌથી વધારે પસંદ કરાયેલો પ્રકાર છે
  • ભારતીયો 2020ના માર્ચમાં 63 અબજ મિનિટ ગેમ્સ રમ્યા હતા
  • ભારતમાં સ્માર્ટફોનના વપરાશકારોની સંખ્યા 2023માં 92 કરોડ 50 લાખના આંકને સ્પર્શી જશે