જીવન વીમા કંપનીઓના પ્રીમિયમની આવકમાં 21%નો ઉછાળો

નવી દિલ્હીઃ આ વર્ષે ફેબ્રુઆરીમાં જીવન વીમા કંપનીઓને નવા બિઝનેસથી પ્રીમિયમના રૂપે રૂ. 22,425.21 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષના ફેબ્રુઆરીની તુલનાએ 21 ટકાનો ઉછાળો દર્શાવે છે. વીમા નિયામક ઇરડા મુજબ 24 જીવન વીમા કંપનીઓને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પ્રીમિયમ રૂપે રૂ. 18.533.19 કરોડની આવક થઈ હતી, જેમાં આ કંપનીઓમાં એલઆઇસીને નવા પ્રીમિયમની આવક રૂપે ગયા વર્ષના 10,404.68 કરોડની તુલનાએ 24.18 ટકા વધીને રૂ. 12,920 કરોડની આવક થઈ હતી.   

ઇરડાના ડેટા મુજબ ખાનગી ક્ષેત્રની બાકીની 23 કંપનીઓને ગયા મહિને પ્રીમિયમ રૂપે 16.93 ટકા વધીને  રૂ. 9504.64 કરોડ (8128.51)ની થઈ હતી.

ફેબ્રુઆરીમાં એસબીઆઇ લાઇફની નવા બિઝનેસના પ્રીમિયમની આવક 62 ટકા વધારા સાથે 1750.73 કરોડે પહોંચી છે. એચડીએફસીની નવી પોલિસીના પ્રીમિયમથી થનારી આવક 20 ટકા વધારા સાથે રૂ. 1895.94 કરોડ, કોટક મહિન્દ્રા લાઇફની પ્રીમિયમની આવક 35.5 ટકાના વધારા સાથે રૂ. 640.26 કરોડ અને મેક્સ લાઇફના નવા બિઝનેસના પ્રીમિયમની આવક 31 ટકાના વધારા સાથે રૂ. 730.80 કરોડે પહોંચી છે.

એપ્રિલ, 2020થી ફેબ્રુઆરી, 2021 દરમ્યાન વીમા કંપનીઓના નવા બિઝનેસના પ્રીમિયમથી થનારી આવક 0.59 ટકા વધારા સાથે રૂ. 2,34,861.30 કરોડે પહોંચી હતી. જોકે આ સમયગાળામાં નવી પોલિસીથી વીમા કોર્પોરેશનને થનારી આવક 3.01 ટકા ઘટીને રૂ. 1,56,068.64 કરોડ રહી ગઈ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]