અમદાવાદઃ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં હજી 13 મહિના બાકી છે, ભાજપે અત્યારથી શરૂ કરી દીધી છે. દરેક વખતે ચોંકાવનારો નિર્ણય ભાજપ લે એવી શક્યતા છે. પાર્ટી સૌથી મજબૂત ગઢ રાજ્યના 22 સાસંદોની ટિકિટ કાપે એવી શક્યતા છે. રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. પાર્ટી 2014માં રાજ્યની બધી સીટો કબજે કરી હતી. 2019માં પણ રાજ્ય પરની લોકસભાની બેઠકોને ભાજપે કબજે કરી હતી. હવે આવનારી ચૂંટણીમાં રાજ્યની બધી લોકસભાની બેઠકો પર ભાજપે મોટા માર્જિનથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આવામાં પાર્ટીની વ્યૂહરચના નવા ચહેરાઓને તક આપવાની છે.
પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે 26માંથી 22 સાંસદોની ટિકિટ કપાય એવી સંભાવના છે. પાર્ટી નવા ચહેરાઓને તક આપી શકશે. પાર્ટી 2019ની જેમ કેટલાક હાલના વિધાનસભ્યોને પણ ટિકિટ આપી શકે છે. એ સિવાય પાર્ટી અન્ય પક્ષોથી આવનારા નેતાઓને ટિકિટ આપી શકે છે. આવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાઓને લોટરી લાગી શકે છે.એ પણ ચર્ચા છે કે આ વખતે કેન્દ્રમાં હાલના મંત્રી મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલા પણ ચૂંટણી લડશે. પાર્ટી બંને નેતાઓને રાજ્યસભામાં રિપીટ કરવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં તમામ મોટા નેતાઓને આંચકો લાગી શકે છે.
સૂત્રોએ હવાલેથી જે સાંસદોની ટિકિટ કપાઈ શકે છે, એમાં પૂનમ માડમ (જામનગર), રમેશ ધડુક (પોરબંદર), મોહન કુંડારિયા (રાજકોટ), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર), ડો. કિરીટ સોલંકી (અમદાવાદ-વેસ્ટ), હસમુખ પટેલ (અમદાવાદ-ઇસ્ટ) શારદાબહેન પટેલ (મહેસાણા), ભારતી ડાભી (પાટણ), દીપ સિંહ રાઠોડ (સાબરકાંઠા) પરબત પટેલ (બનાસકાંઠા) દર્શના જરદોશ (સુરત) પ્રભુ વસાવા (બારડોલી), કેસી પટેલ (વલસાડ), રંજનબહેન ભટ્ટ (વડોદરા), જસવંત સિંહ ભાભોર (દાહોદ), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), દેવુસિંહ ચૌહાણ (ખેડા), રાજેશ ચુડાસમા (જૂનાગઢ), નારણ કાછડિયા (અમરેલી) અને મિતેશ પટેલ (આણંદનું નામ સામેલ છે.
પાર્ટીમાં પ્રત્યેક ચૂંટણીમાં એક કોમ્બિનેશનની સાથે ઊતરતી છે, જેમાંમ સારું પર્ફોર્મ નહીં કરવાવાળાઓને પાર્ટી સામાન્ય રીતે ટિકિટ નહીં આપે.
