અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે 6 ઓગષ્ટના રોજ “Hiroshima Day– Never Again” ના સંદેશ સાથે તથા Anti-Nuclear Day “Science for Peace and Development” થીમ હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શાંતિ અને વિકાસ માટેના વિજ્ઞાનના સંદેશને આગળ વધાર્યો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાણુ વિનાશના વિરોધ અને વિજ્ઞાન દ્વારા શાંતિ સ્થાપવાના સર્જનાત્મક વિચારોને રંગો દ્વારા જીવંત બનાવવામાં આવ્યા.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓ – જેમ કે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને એક્વેટિક ગેલેરીની મુલાકાત લીધી અને વિજ્ઞાન તેમજ નવીન ટેકનોલોજીનો પ્રાથમિક અનુભવ મેળવ્યો.સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે છે અને શાંતિપૂર્ણ તથા સુરક્ષિત ભવિષ્ય માટે જાગૃતિ ફેલાય છે.
