અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનું સ્વાગત કર્યું હતું. આ પતંગ મહોત્સવના વિશ્વના 68 દેશોના 126 પતંગબાજો અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજો સહભાગી થયા. આ વર્ષનો પતંગ મહોત્સવ G-20ની થીમ ‘વસુધૈવ કુટુંમ્બકમ – વિશ્વ એક પરિવાર’ના ભાવ સાથે ગુજરાતભરમાં ઉજવાશે. સવારે 10 કલાકથી 5 વાગ્યા સુધી પતંગબાજો પતંગ ઉડાવવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે. વડાપ્રધાનએ ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી છે. ગુજરાતનો પતંગ મહોત્સવ હવે ઈન્ટરનેશનલ એટ્રેક્શન બની ગયો છે.
પતંગ ઉદ્યોગના અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે ₹625 કરોડનું છે. જેના કારણે 1 લાખ 30 હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છે. જેનો દેશના રોજગારી તેમજ આવકમાં પણ વધારો કરવામાં સહભાગી બને છે. અમદાવદ સહિત વિવધ શહેરોમાં પતંગ મહોત્સવ યોજાશે જેનાથી લોકોનું પણ આકર્ષણ બની રહ્યું છે.
આ કાઈટ ફેસ્ટિવલ આજથી શરૂ થશે અને આવતા એક અઠવાડિયા સુધી ચાલશે. આ કાઈટ ફેસ્ટીવલમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા સહિતના 56 દેશોની પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત સોમનાથ રાજકોટ, ધોલેરા, સફેદ રણ ખાતે કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ છે જ્યા વિદેશોના પતંગબાજો પરફોર્મ કરશે.