શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય, ગ્રેજ્યુએશન માટે હવે 3 નહિ પરંતુ 4 વર્ષ

ગ્રેજ્યુએટ કોર્ષના નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નવા સત્રથી બીએ, બીકોમ સહિતનો કોર્સ 3ના બદલે 4 વર્ષે પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા સત્રથી બીએ, બીકોમ સહિતનો કોર્સ 3ના બદલે 4 વર્ષે પૂર્ણ થશે. હવે ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજમાં UG-PGમાં વર્ષ પ્રમાણે જુદા-જુદા સર્ટી આપવામાં આવશે. જેમાં પ્રથમ વર્ષે સર્ટિફિકેટ, ત્રણ વર્ષમાં સ્નાતક અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે.


નવા શૈક્ષણિક વર્ષ-2023-24થી અમલ થશે
ગુજરાત યુનિવર્સિટીમાં આજે સિન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિતના ત્રણ વર્ષે પૂર્ણ થતાં અંડર ગ્રેજ્યુએટ કોર્ષમાં ચાર વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ એક વર્ષનો થઈ જશે. આ નિર્ણયનો અમલ નવા શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.


વર્ષ પ્રમાણે જુદા-જુદા સર્ટી આપવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા વર્ષથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના કુલ પાંચ વર્ષના શૈક્ષણિકકાળ દરમિયાન વર્ષ પ્રમાણે જુદા જુદા સર્ટીફિકેટ આપવામાં આવશે. જેમાં હાલમાં ગ્રુજ્યુએટ કુલ ત્રર્ણ વર્ષનું છે, જે ચાર વર્ષ કરવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ જે બે વર્ષનું છે તે એક વર્ષનું કરવામાં આવશે. પરંતુ ગ્રેજ્યુએટની ડિગ્રી ત્રણ વર્ષે અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પાંચ વર્ષે જ મળશે.