શું દુનિયા માનતી હતી કે એપલ ભારતમાં નિકાસ મોરચે આટલો મોટો હિસ્સો હાંસલ કરશે ? કદાચ ના. વિશ્વની તમામ કંપનીઓએ આ વસ્તુ જોઈ અને અનુભવી. હવે વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલે પણ ભારતમાં પોતાના ફોન બનાવવાની જાહેરાત કરી છે. જેના વિશે ખુદ ગૂગલના સીઈઓ સુદર પિચાઈએ માહિતી આપી છે. તેણે એ પણ જણાવ્યું કે ગૂગલનો પહેલો મેક ઇન ઇન્ડિયા ફોન ક્યારે લોન્ચ થશે. એપલ બાદ ગૂગલના આ પ્લાનિંગથી ભારત દુનિયાના તમામ દેશોને પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યું છે. આનું કારણ એ છે કે જ્યારે ગૂગલ ભારતમાં આવશે ત્યારે સ્માર્ટફોન માર્કેટમાં શેર માટેની સ્પર્ધા ત્રિકોણીય બની જશે. જેમાં એપલ અને સેમસંગ પછી ગૂગલનું નામ હશે. ભારતમાં ઉત્પાદન એકમો ખોલવામાં આવશે તો રોજગારીની તકો ઉભી થશે અને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ચાલો સૌપ્રથમ સુંદર પિચાઈની પોસ્ટ જોઈએ, જેમાં તેમણે મેક ઈન ઈન્ડિયા ગૂગલ ફોન વિશે માહિતી આપી છે.
We shared plans at #GoogleforIndia to manufacture Pixel smartphones locally and expect the first devices to roll out in 2024. We’re committed to being a trusted partner in India’s digital growth- appreciate the support for Make In India @PMOIndia + MEIT Minister @AshwiniVaishnaw.
— Sundar Pichai (@sundarpichai) October 19, 2023
ઉપકરણ વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું કે અમે ભારતમાં Pixel સ્માર્ટફોનનું સ્થાનિક સ્તરનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેણે પોતાના પ્લાનિંગ વિશે વધુમાં કહ્યું કે પહેલું ઉપકરણ વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતની ડિજિટલ વૃદ્ધિ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. અમે વૃદ્ધિમાં ભાગીદાર બનવા પણ ઈચ્છીએ છીએ. આ માટે તેમણે ભારતના વડાપ્રધાન અને અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો હતો.
We also introduced a more visual + local generative AI experience on Search to help surface AI-powered overviews on essential government programs, new Search features for small businesses, easier access to formal credit via Google Pay + more. https://t.co/wJ3Zx6oO6X
— Sundar Pichai (@sundarpichai) October 19, 2023
શું હશે કિંમત?
સૌથી મોટો સવાલ એ છે કે Google Pixelની કિંમત શું હશે? ગૂગલ અને સીઈઓ સુંદર પિચાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી નથી. Apple ભારતમાં પણ ફોન એસેમ્બલ કરી રહી છે. પરંતુ ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. તેનું મહત્વનું કારણ એ છે કે એપલ હજુ પણ ફોનના પાર્ટ્સ આયાત કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું Google Pixel માત્ર અહીં જ એસેમ્બલ થશે કે પછી તેને સંપૂર્ણ રીતે અહીં બનાવવામાં આવશે. ભારતમાં Google Pixelની કિંમતો આ જ આધારે નક્કી કરવામાં આવશે.