અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G-20 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે ભારત આવી રહ્યા છે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, જો બાઈડન 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. નોંધનીય છે કે આ વર્ષે ભારત G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી સમિટ માટે ભારત વિશ્વના નેતાઓની યજમાની કરશે. વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ G-20 નેતાઓની સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે નવી દિલ્હી, ભારતના પ્રવાસે જશે. ભારત પહોંચ્યાના એક દિવસ પછી એટલે કે 8 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ બાઈડન વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ પછી બાઈડન શનિવાર અને રવિવારે G-20 સમિટમાં ભાગ લેશે. જ્યાં તે G-20 સમિટના સભ્ય દેશોના નેતાઓ સાથે સ્વચ્છ ઉર્જા અપનાવવા અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા સહિત અન્ય મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા થશે
વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેઓ રશિયા-યુક્રેન યુદ્ધની આર્થિક અને સામાજિક અસરોને ઘટાડવાની સાથે સાથે ગરીબી સહિતના વૈશ્વિક પડકારોનો સામનો કરવા પર જી-20 સમિટમાં ભાગ લેનારા નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. આતંકવાદ સામે વધુ સારી રીતે લડવા માટે વિશ્વ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર વાતચીત.
ચીનના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પર શંકાઓ યથાવત છે
જી-20 સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે કે નહીં તે અંગે શંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જિનપિંગના ભારત આવવાની શક્યતા ઘણી ઓછી છે. આ સાથે જ ચીને હજુ સુધી શી જિનપિંગની ભારત મુલાકાતને સત્તાવાર સંમતિ આપી નથી. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભારતમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેશે નહીં.