કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. જ્યાં સુધી પ્લેનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળ ભારતમાં જ રહેશે. હાલ વિમાનને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રુડો શુક્રવારે તેમના પુત્ર ઝેવિયર સાથે જી-20 સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે ચર્ચા કરી

આ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે ચર્ચા કરી હતી. તેમણે કેનેડામાં ઉગ્રવાદી અલગતાવાદને પ્રોત્સાહન, રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવવા અને ભારતીય સમુદાયને જોખમમાં મૂકવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.