મુંબઈ આતંકવાદી હુમલાના મોસ્ટ વોન્ટેડ આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. તેમનો પહેલો ફોટો પણ સામે આવ્યો છે. NIA એ તેમનો ફોટો જાહેર કર્યો છે. તે પાછળની બાજુથી દેખાય છે. તેના વાળ સાવ સફેદ થઈ ગયા છે. જોકે, જે ફોટો જાહેર થયો છે તેમાં તેનો ચહેરો દેખાતો નથી. રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે.
National Investigation Agency (NIA) evening formally arrested Tahawwur Hussain Rana, the key conspirator in the deadly 26/11 Mumbai terror attacks, immediately after his arrival at IGIA, New Delhi, following his successful extradition from the United States. NIA had secured… pic.twitter.com/qL33RWoA3y
— IANS (@ians_india) April 10, 2025
રાણાને દિલ્હીના પાલમ એરપોર્ટના ગેટ નંબર 4 પરથી બહાર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યા પછી સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં તેમની હાજરીનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાની સુરક્ષા માટે દિલ્હી પોલીસના કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટમાં હાજર થયા બાદ NIA તેની કસ્ટડીની માંગ કરશે. સુરક્ષા કારણોસર, દિલ્હીના જવાહરલાલ નહેરુ મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર 2 બંધ કરી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એરપોર્ટ પર મેડિકલ ટેસ્ટ કરાવ્યો
રાણાને અમેરિકન ખાસ વિમાન ગલ્ફસ્ટ્રીમ G550 દ્વારા સાંજે 6:22 વાગ્યે દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ લાવવામાં આવ્યા. રાણાની UAPA અને IPCની અનેક ગંભીર કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. તે જ સમયે, એરપોર્ટ પર જ તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી.
NIA અધિકારીઓએ રાણાને એરપોર્ટની બહાર કાઢવા માટે કાર્ગો ટર્મિનલ નંબર ચારનો ઉપયોગ કર્યો. તબીબી તપાસ પૂર્ણ થયા પછી, તેમનો ધરપકડ મેમો તૈયાર કરવામાં આવ્યો. આ પછી તરત જ, દિલ્હી પોલીસ કમાન્ડો અને NIA ટીમ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ ગઈ.
તેને સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ થતાં પહેલાં ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પત્રકારોના ઓળખપત્રો તપાસવામાં આવ્યા હતા.
NIA કોર્ટમાં તહવ્વુર રાણાની હાજરી દરમિયાન, તપાસ એજન્સી 15 દિવસના રિમાન્ડની માંગ કરશે. ઉપરાંત, રાણાને NIA મુખ્યાલયના ત્રીજા માળે આવેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન સેલમાં રાખવામાં આવશે, જ્યાં તે 24 કલાક CCTV દેખરેખ હેઠળ રહેશે. આ સેલમાં ફક્ત 12 અધિકારીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં NIA ડીજી સદાનંદ દાતે, આઈજી આશિષ બત્રા અને ડીઆઈજી જયા રોયનો સમાવેશ થાય છે.
