ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગની ઘટના

ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2 માં પહેલે માળે આવેલી કચેરીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગતા કચેરીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઓફિસના કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગની ઘટના સામે આવી છે. કર્મયોગી ભવનના બ્લોક-2 માં પહેલે માળે આવેલી કચેરીમાં ઓફિસમા એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસની બહાર દોડી આવ્યા હતા. અને આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો.

સ્ટ્રોંગ રૂમમાં રહેલ વસ્તુઓ સુરક્ષીત હોવાનો દાવો

આ ઘટનામાં સ્ટ્રોંગ રૂમ સુરક્ષીત હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ઉત્તરવહીઓને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો કરાવામા આવી રહ્યો છે.

હસમુખ પટેલે આપી માહીતી

આ ઘટના અંગે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે માહીતી આપતા જણાવ્યુ હતુ કે સ્ટ્રોંગ રુમમાં કોઈ નુકસાન થયું નથી. જે રુમમાં આગ લાગી હતી ફક્ત ત્યાં ફર્નીચર બળ્યું છે.

ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામા આવી રહ્યું છે. આગ લાગતા રૂમનું ફર્નિચર તેમજ વીસ ટકા રેકોર્ડ પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જો કે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામા આવ્યો છે.