સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કીને લઈને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. દિલ્હી પોલીસના ટોચના સૂત્રોએ જણાવ્યું કે ભાજપની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી મારામારીમાં તેના બે સાંસદો ઘાયલ થયા હતા, જેઓ આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે.
ભાજપની અનુસૂચિત જનજાતિ મહિલા સાંસદે રાહુલના અભદ્ર વર્તન અંગે રાજ્યસભાના અધ્યક્ષને ફરિયાદ કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકબીજાના સાંસદો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાજપે રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસથી લઈને ભારતીય ન્યાય સંહિતાની 6 અન્ય ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
