ભોપાલઃ જીવનમાં ક્યારેક વધુ આનંદના સમાચાર પણ દુઃખનું કારણ બની જાય છે. એક વિવાહ કરેલાં બહેનની બહેને ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)માં રૂ. 50 લાખની રકમ જીતી. જેથી તેમના બનેવીનું મન લલચાઈ ગયું અને તે પત્નીને હેરાન કરવા લાગ્યા. તેઓ રૂ. 50 લાખની દહેજમાં લાવવા માટે દબાણ કરવા લાગ્યા. પીડિતાની ફરિયાદને પગલે મહિલા પોલીસ સ્ટેશને દહેજ એક્ટ સહિત અન્ય કલમો હેઠળ મામલો નોંધ્યો છે.
પોલીસે જણાવ્યાનુસાર 36 વર્ષીય મહિલા એશબાગ વિસ્તારની છે. માર્ચ, 2016માં તેના નિકાહ નિશાતપુરામાં રહેતા સૈયદ નાસિર હુસૈનથી થયા હતા. બંનેને ચાર વર્ષનો પુત્ર છે. મહિલાની બહેને ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. 50 લાખ જીત્યા છે. જેથી બહેનને એ રકમ લાવવા માટે મહિલાના પતિ સૈયદ નાસિર હુસૈન, સાસુ, રફત હુસૈન, શ્વસુર, શાહિદ હુસૈન તેના પર દબાણ બનાવવા લાગ્યા. પિયર પક્ષના લોકોએ જ્યારે માગ પૂરી ના કરી ત્યારે તેઓ મહિલાને હેરાન કરવા લાગ્યા. પીડિતાએ એની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ત્રણેની સામે કેસ નોંધ્યો છે.
ગ્વાલિયરની કિરણ વાજપેયીએ KBCમાં રૂ. 50 લાખ જીત્યા છે. ગામમાં સ્કૂલમાં ખોલવાનાનું સપનું છે. ગ્વાલિયરની 58 વર્ષીય કિરણ વાજપેયીએ ‘કૌન બનેગા કરોડપતિ-12’માં રૂ. 50 લાખ જીત્યા છે.
કિરણ વ્યાવસાયિક રીતે જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્ર સલાહકાર છે. એ શોના એન્કર હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનને પોતાના ભાઈ માને છે. તે દર વર્ષે રક્ષાબંધનના તહેવારે પ્રતિ વર્ષ અમિતાભ બચ્ચનને રાખડી મોકલે છે. અમિતાભ પણ એનો જવાબ મોકલે છે. કિરણ કેન્સર પીડિત રહી ચૂકી છે. કેન્સરની સારવાર માટે તેણે તેની કાર પણ વેચવી પડી હતી. તે ગ્વાલિયરના ટંકોલી અને જરગા ગામમાં સ્કૂલ ખોલવા ઇચ્છે છે.