શું ‘ડોન-3’માં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન એકસાથે દેખાશે?

મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ સોશિયલ મિડિયા પર ઘણા સક્રિય છે. તેઓ અવારનવાર ફેન્સની સાથે ફોટો શેર કરતા રહે છે. હાલમાં તેમણે તેમની 1978માં આવેલી ‘ડોન’નો એક ફોટો શેર કર્યો છે, જેમાં આ ફિલ્મના એડવાન્સ્ડ બુકિંગ દરમ્યાન થિયેટરની બહાર લોકો લાઇનો લગાવતા હતા. આજે ફરી તેમણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમની સાથે શાહરુખ ખાન પણ નજરે ચઢી રહ્યો છે. બંનેને એકસાથે જોયા પછી ટ્વિટર પર ‘ડોન-3’ ટ્રેન્ડ કરવા લાગી છે.

આ ફોટો જોયા પછી શાહરુખના ફેન્સે ટ્વિટર પર ફરહાન અખ્તરની ક્લાસ લીધી હતી. શાહરુખે ફરહાન ડોનની રિમેક અને એનો પાર્ટ-ટૂ બનાવી ચૂક્યો છે. એ ફિલ્મોને ઘણો સમય વીતી ચૂક્યો છે. ઓરિજિનલ ‘ડોન’ 1978માં આવી હતી, જ્યારે શાહરુખ સ્ટારર-બંને ફિલ્મો 2006 અને 2011માં રિલીઝ થઈ હતી. હવે ફેન્સ ફરહાનને સવાલ કરી રહ્યા છે કે ‘ડોન-3’ ક્યારે એનાઉન્સમેન્ટ કરે છે.

અમિતાભ બચ્ચનની પોસ્ટ જોયા પછી ટ્વિટર પર ‘ડોન-3’ ટ્રેન્ડ કરવા લાગી છે. ફેન્સને લાગી રહ્યું છે કે બિગ B  ફિલ્મને લઈને કશોક અણસાર આપી રહ્યા છે. બિગ Bએ ‘ડોન’ની એડવાન્સ બુકિંગને દિવસે ફોટો શેર કર્યો હતો. એક ફેને લખ્યું હતું કે  હવે આ થવાનું છે, બિગ Bએ પણ પોસ્ટ કરીને હિન્ટ આપી છે તો બીજાએ લખ્યું છે કે એવું લાગે છે કે ફરહાને ‘સ્પાઇડર-મેનઃ નો વે હોમ’ જોઈ છે –બંને ‘ડોન’ને એકસાથે લાવવા વિશે તેણે વિચારી લીધું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]