વિદ્યા બાલને શરૂ કર્યું ‘શેરની’નું શૂટિંગ

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ટૂંક સમયમાં જ તેની નવી ફિલ્મ ‘શેરની’માં એક રસપ્રદ ભૂમિકામાં જોવા મળશે. કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદ ‘શેરની’ વિદ્યાની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તે એક વન-અધિકારી શેરની ગિલનાં રોલમાં હશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ફિલ્મને મધ્ય પ્રદેશમાં શૂટ કરવામાં આવી રહી છે.

વિદ્યાની શકુંતલા દેવી ફિલ્મ ગયા વર્ષના જુલાઈમાં રિલીઝ થઈ હતી. તેણે ‘શેરની’ ફિલ્મનું એક પોસ્ટર સોશિયલ મિડિયા પર શેર કર્યું હતું. એમાં તે આ ફિલ્મ માટે ભગવાન પાસે આશીર્વાદ માગી રહી છે. ‘શેરની’નું શૂટિંગ ‘વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે’થી શરૂ થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]