ટેસ્લાને મહારાષ્ટ્રમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખવો છે

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ આજે કહ્યું કે અમેરિકાની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કંપની મહારાષ્ટ્રમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે રાજ્ય સરકાર સાથે મસલત કરી રહી છે.

દેસાઈએ કહ્યું કે ટેસ્લા કંપની મહારાષ્ટ્રમાં તેના ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે રીટેલ આઉટલેટ શરૂ કરવા પણ આતુર છે. કંપનીએ આવો જ નિર્ણય બેંગલુરુ માટે પણ લીધો છે, પણ ત્યાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ હજી શરૂ કર્યો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]