મુંબઈઃ ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મનાં કલાકારો – સની દેઓલ અને અમીષા પટેલ ફિલ્મ રિલીઝ થયાના 20 વર્ષ પછી ફરી ભેગાં થયાં છે – આ ફિલ્મની સીક્વલ ફિલ્મ માટે. ‘ગદર 2: કથા કન્ટીન્યૂસ’નું શૂટિંગ શરૂ કરાયું છે અને મુહૂર્ત પ્રસંગની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. સીક્વલમાં સની અને અમીષા એમની ભૂમિકા ફરી ભજવશે. ભારત-પાકિસ્તાનના વિભાજન અને તે વખતે હિન્દુ-મુસ્લિમો વચ્ચે થયેલા કોમી રમખાણો પર આધારિત ‘ગદર’ ફિલ્મમાં સની દેઓલે તારા સિંહ નામના શીખ યુવક અને અમીષાએ મુસ્લિમ છોકરી સકીનાનો રોલ ભજવ્યો હતો.
2001માં આવેલી ‘ગદર’ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા હતી અને ‘ગદર-2’નું દિગ્દર્શન પણ એ જ કરવાના છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘ગદર-2’ને 2022માં રિલીઝ કરવાનું નિર્માતાઓએ નિર્ધાર્યું છે.
