‘સ્ત્રી’નું ‘કમરીયા’ ગીત રિલીઝ કરાયું; નોરા ફતેહીનો ડાન્સ નિરાશ કરનારો

મુંબઈ – જો તમે નોરા ફતેહીનાં બેલી ડાન્સનાં શોખીન હો તો આગામી હોરર-કોમેડી હિન્દી ફિલ્મ ‘સ્ત્રી’માં એણે એક ગીતમાં કરેલો ડાન્સ જોઈને તમે નિરાશ થઈ જશો.

‘સ્ત્રી’ ફિલ્મમાં નોરાએ ‘કમરીયા…’ આઈટમ સોન્ગમાં આ ડાન્સ કર્યો છે.

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘સ્ત્રી’ ફિલ્મ આવતી 31 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

હાલમાં જ આપણે ‘સત્યમેવ જયતે’ ફિલ્મના ‘દિલબર’ ગીતમાં નોરાનાં બેલી ડાન્સિંગ મૂવ્ઝ જોઈ ચૂક્યા છીએ અને એ કિલર છે. એની સરખામણીમાં ‘સ્ત્રી’નાં આઈટમ સોંગમાં એણે કરેલો ડાન્સ તદ્દન ફિક્કો છે.

મોરોક્કન-કેનેડિયન નોરા ‘કમરીયા’ ગીતમાં દેખાવમાં સુંદર લાગે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી, પણ દેશી આઈટમ સોંગમાં એ એટલી જામતી નથી જેટલી વિદેશી બેલી ડાન્સમાં મોહક લાગે છે.

સલમાન ખાનની ‘ભારત’ અને સૈફ અલી ખાનની ‘બાઝાર’ ફિલ્મોમાં પણ નોરાએ એક ગીત પૂરતી હાજરી આપી છે.

httpss://youtu.be/Mai3nNAKtd0

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]