દીકરી સોનમનાં લગ્નની જાણ હું સૌને યોગ્ય સમયે કરીશઃ અનિલ કપૂર

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અનિલ કપૂરે એમની અભિનેત્રી દીકરી સોનમ કપૂરનાં લગ્ન વિશેનાં અહેવાલો અંગે ચૂપકીદી ધારણ કરવાનું ચાલુ રાખ્યું છે અને કહ્યું છે કે પોતે યોગ્ય સમયે સૌને સોનમનાં લગ્નની જાણ કરશે.એવા અહેવાલો છે કે સોનમ આવતા મહિનાના આરંભમાં એના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરવાની છે.

અનિલ કપૂરનાં રોશનીથી શણગારેલા બંગલા અને એમના પત્ની સુનિતાને બધી તૈયારીઓ પર ધ્યાન રાખતાં દર્શાવતી તસવીરો સોશિયલ મિડિયા પર ફરી રહી છે.

આનંદ આહુજા અને સોનમ કપૂર

પત્રકારોએ આ વિશે પૂછ્યું તો અનિલ કપૂરે કહ્યું કે, મિડિયા સાથે મારે અને મારા પરિવારજનોને હંમેશાં સારા સંબંધ રહ્યાં છે. અમે યોગ્ય સમયે આપને એની જાણ કરીશું. બધી તમને ટૂંક સમયમાં જ જાણ થશે. અમે કોઈ વિગત છુપાવીશું નહીં. ઘરની બહાર લાઈટિંગ શા માટે કરવામાં આવી છે એની પણ તમને જાણ કરવામાં આવશે.