સેક્સી બિકીની બોડી બનાવવા માટે ટિપ્સ આપશે પૂજા હેગડે

મુંબઈ – આજકાલ છોકરીઓ એમની કાયાને ફિલ્મ કે ટીવી સિરિયલોની અભિનેત્રીઓની જેમ ફિટ રાખવા માટે ખૂબ સતર્ક થવા માંડી છે. એ માટે તેઓ જુદા જુદા નુસખા અપનાવતી હોય છે.

બોલીવૂડ અભિનેત્રી પૂજા હેગડે (મોહેન્જો દરો)એ હાલમાં જ એક મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. એમાં એ બિકીનીમાં હોટ અને સેક્સી દેખાઈ રહી છે. પૂજા તેનાં આ ફોટોશૂટને કારણે છવાઈ ગઈ છે.

તેનો આ ફોટોશૂટ જોયા પછી એક લાઈફસ્ટાઈલ ચેનલે એનો સંપર્ક કર્યો. હવે પૂજા ઉનાળાની મોસમમાં બોડીને કેવી રીતે ફિટ રાખવી જોઈએ એ માટે લોકોને ટિપ્સ આપશે. પૂજાએ યૂટ્યૂબ પર પોતાનાં વર્કઆઉટ વિશે જાણકારી શેર કરશે.

httpss://youtu.be/BLYBls1WmLk