મુંબઈઃ સોનમ કપૂરે તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું, જેને જોઈને તેના ફેન્સ એક્ટ્રેસની ચિંતા કરવા લાગ્યા છે. સોનમે ગભરાતા-ગભરાતા પોતાના ટ્વીટમાં ઉબર કેબના ડ્રાઈવરની ફરિયાદ કરી છે. સોનમે પોતાના ટ્વીટમાં કહ્યું કે હું ખૂબ ગભરાયેલી છું અને કાંપી રહી છું છે. સોનમે કહ્યું કે, તે ઉબેર કેબના ડ્રાઈવરના વર્તનથી ખૂબ ગભરાઈ ગઈ છે.
સોનમે પોતાના ટ્વીટમાં કહ્યું કે, હેલ્લો મિત્રો, મેં અત્યારે જ ઉબર કેબમાં લંડનમાં ખૂબ એક ખરાબ અનુભવ કર્યો છે. સોનમે પોતાના ફેન્સને સલાહ આપતા લખ્યું કે, પ્લીઝ આપ પણ સાવધાન રહો. સૌથી વધારે મહત્વની વાત તમારી સેફ્ટી છે અને તેના માટે લોકલ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કેબનો ઉપયોગ કરો. હું અત્યારે ગભરાઈ ગઈ છું.
સોનમ અત્યારે લંડનમાં છે. લંડનમાં તેણે ઉબર કેબ મંગાવી હતી. તે જ્યારે કેબમાં બેઠી ત્યારે ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તણૂંક કરી. સોનમે જણાવ્યું કે ડ્રાઈવર મારા પર ખોટી રીતે બૂમો પાડવા લાગ્યો. આ ઘટનાનો ઉલ્લેખ જ્યારે સોનમે ટ્વીટર પર કર્યો ત્યારે તેના ફેન્સે ટ્વીટર પર પૂછવાનું શરુ કરી દીધું કે આખરે થયુ શું? આનો જવાબ આપતા સોનમે જણાવ્યું કે, જ્યારે હું કેબમાં બેઠી ત્યારે ડ્રાઈવર કંઈક અજુગતો અને અણધાર્યો હતો. તે બૂમો પાડી રહ્યો હતો. તેની એટલો જોરથી શાઉટ કરી રહ્યો હતો કે હું ગભરાઈ ગઈ.
સોનમે ટ્વીટર પર ઉબર કેબના ઓફીશિયલ અકાઉન્ટને પણ ટેગ કર્યું અને તેમના ડ્રાઈવર વિશે જણાવ્યું. સોનમના ફેન્સે લંડન ઉબરને કહ્યું કે, ઉબર પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કામ ન કરશો.
તો સોનમના કોઈ ફેન દ્વારા સોનમની ચિંતા કરતા પૂછવામાં આવ્યું કે, મેડમ તમે કુશળ તો છો ને? હવે કેવું ફીલ કરી રહ્યા છો આપ. પ્લીઝ પહેલા શાંત થઈ જાવ. આ મામલે કોઈએ સોનમ પર જોક પણ કર્યો અને એક યૂઝરે લખ્યું કે, કદાચ ડ્રાઈવરને લાગ્યું હશે કે તમે અંડરવર્લ્ડ ડોન દાઉદની પુત્રી છો.
તો એક યૂઝરે ઉબેરનો પક્ષ લેતા કહ્યું કે, મેડમ હંમેશા ઉબરમાં આવું નથી થતું. મને એકવાર ફ્લાઈટમાં આ પ્રકારનો અનુભવ થયો હતો, પરંતુ મેં તો ફ્લાઈટમાં ટ્રાવેલ કરવાનું ન છોડ્યું. તો કોઈએ સોનમને પૂછ્યું કે, મેડમ એક વાતની ખબર નથી પડતી, હંમેશા તમારી સાથે જ આવું કેમ થાય છે?