કિંગ ચાર્લ્સ કોરોનેશન કોન્સર્ટમાં સોનમ કપૂરે આપી સ્પીચ

નવી દિલ્હીઃ બોલીવૂડ સોનમ કપૂરે હાલમાં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં સામેલ થઈ હતી. એ ફંક0શન બહુ મોટી ઇવેન્ટ હતી, એમ વિશ્વની નામચીન હસ્તીઓ હાજર હતી. કિંગ ચાર્લ્સની ઐતિહાસિક રાજ્યાભિષેકના એક દિવસ પછી રવિવારે સાત મેએ વિન્ડસર કૈસલમાં ટોમ ક્રૂઝ અને પુસીકેટડોલ્સના નિકોલ શેર્જિગર પણ રાજ્યાભિષેક સમારોહમાં સામેલ થઈ હતી. આ દરમ્યાન સમારોહમાં સોનમ કપૂરનું એક ભાષણ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. જેની લોકો મજાક ઉડાવી રહ્યા છે.

સોનમ કપૂરની માતાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટ્રેસની સ્પીચનો વિડિયો શેર કર્યો છે. સોનમ વિડિયોનો પ્રારંભ તેણે નમસ્કારથી કર્યો હતો. લોકો તેના જેસ્ચરની પ્રશંસા કરી રહ્યા છે. તેમણે વિડિયોમાં કહ્યું હતું કે અમારો કોમનવેલ્થ એક સંઘ છે. આપણે બધા મળીને વિશ્વના એક તૃતીયાંશ લોકો છે. વિશ્વના સમુદ્રનો એક તૃતીયાંશ હિસ્સો છે. વિશ્વની એક ચતુર્થાંશ જમીન છે. આપણો પ્રત્યેક દેશ અદ્વિતીય છે. અમારામાંની પ્રત્યેક વ્યક્તિ વિશેષ છે. અમે સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે દ્રઢ સંકલ્પ કરીએ છીએ, જ્યાં દરેક અવાજ સાંભળવામાં આવે છે.

રેડિટ પર સોનમના આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે અને એની મજાક ઉડાવવામાં આવી રહી છે. ક્લિપ પર રિએક્શન આપતાં નેટિઝન્સમાંના એકે લખ્યું છે કે આ બહુ શરમજનક છે. આ ઇવેન્ટમાં જવું હતું તો એની સારી રીતે તૈયારી કરી લેતી. એ તો એમ બોલી રહી છે, જેમ કે પાંચમા ધોરણની વિદ્યાર્થિની છે- જે અંગ્રેસ ભાષણના હરીફાઈમાં ભાગ લઈ રહી હોય. એક અન્યએ લખ્યું હતું કે આ એક વૈશ્વિક શરમની વાત છે. તો અન્યએ કહ્યું હતું કે જ્યારે જઈ રહી તો તે તારે હોમવર્ક કરી લેવું જોઈએ.