હેપ્પી બર્થડે સોનમ: બિકીની બેબ નથી, પણ હોટ લૂક્સ કાતિલ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર આજે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહી છે. એણે પરિવારજનો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને તેની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. આ ફેશન આઈકને ભૂતકાળમાં અમુક બોલ્ડ ડ્રેસિસમાં સજ્જ થઈને જાહેરમાં જે દેખા દીધી હતી એ વિશે જાણો.

સોનમ કપૂર પોતાની ફિલ્મી કરિયરથી કરતાં એની ફેશન સ્ટાઈલને કારણે ચાહકોમાં વધારે જાણીતી થઈ છે. સોનમ કપૂર બિકિની નહીં, પરંતુ બેહદ હોટ ડ્રેસીસને કારણે ચર્ચામાં રહી છે. ફિલ્મ ફેસ્ટિવલથી લઈને એવોર્ડ ઈવેન્ટ સુધી ઘણીવાર સોનમ કપૂર આ પ્રકારના હદથી વધારે બોલ્ડ ડ્રેસીઝ પહેરીને લોકો વચ્ચે આવી હતી અને સેન્ટર ઓફ એટેન્શન બની હતી. સોનમ કપૂર જે બોલ્ડ અંદાજમાં ડેરિંગ ડ્રેસ પહેરીને જાહેર કાર્યક્રમોમાં પોતાની કામણગારી કાયાને પ્રદર્શિત કરે છે તેના માટે તે ખાસ્સી એવી પ્રશંસા પણ મેળવી ચૂકી છે. બેકલેસ ડ્રેસમાં રેમ્પ પર ઉતરેલી સોનમ કપૂરના આ ફોટોગ્રાફ્સ ખૂબ વાયરલ થયા હતા. એક એવોર્ડ નાઈટમાં જ્યારે સોનમ પોતાના પિતા અનિલ કપૂર સાથે આ ડ્રેસમાં પહોંચી હતી ત્યારે એ ચર્ચાસ્પદ બન્યું હતું.સોનમ કપૂરે ફિલ્મ ‘સાંવરિયા’થી પોતાની ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી.

‘સાંવરિયા’ ફિલ્મમાં સોનમ કપૂર સાથે રણબીર કપૂરે પણ ડેબ્યૂ કર્યું હતું.

એ ફિલ્મ સાથે જ સોનમ કપૂર અને રણબીર કપૂર વચ્ચેના સંબંધો બહુ ગાજ્યા હતા.