ચુરાકે દિલ મેરાઃ શિલ્પા 45ની થઈ, એની ફિટનેસનું રહસ્ય જાણો

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજે પોતાનો 45મો જન્મદિવસ ઊજવી રહી છે. તે જેટલી ઉમદા અભિનેત્રી છે, એટલી જ ખૂબસૂરત અને શારીરિક રીતે ફિટ પણ છે. આ ઉંમરે જ્યાં મહિલાઓના ચહેરાઓ પર કરચલીઓ પડવાની શરૂઆત થાય છે, ત્યારે શિલ્પાના ચહેરાની ચમક જોઈને લોકો દંગ રહી જાય છે. શિલ્પા તેની ફિટનેસ પ્રત્યે બહુ જ સજાગ છે, એટલે જ તો એ ચાહકોનાં દિલો પર રાજ કરે છે. આજે એનાં જન્મદિવસે તેના ફેન્સ એ જાણવાનું જરૂર ઇચ્છશે કે શિલ્પા પોતાના વાળ અને ચહેરાને આટલી સરસ સંભાળ કઈ રીતે રાખે છે. આવો જાણીએ…

ચહેરા અને વાળની ખૂબસૂરતી જાળવી રાખવા માટે શિલ્પા આ રીતે ધ્યાન રાખે છેઃ

શિલ્પા શેટ્ટીનું માનવું છે કે  હેલ્થી ડાયટ લેવો અને પોતાના શરીરને ડાઇડ્રેટ રાખવું બહુ મહત્ત્વપૂર્ણ છે. તે પાણી ખૂબ પીએ છે, જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે દિવસથી શરૂઆત આમળાના પાણીથી કરે છે. આંબળા સ્કિન અને બાળો માટે સારા માનવામાં આવે છે. તેનું મનપસંદ પીણું નારિયેળ પાણી છે, જે તેને હાઇડ્રેટ અને સ્વસ્થ રાખે છે.

શિલ્પા શેટ્ટી પણ મોઇશ્ચરાઇઝમાં વિશ્વાસ કરે છે, જે સ્કિનને નરમ રાખે છે. તે સંપૂર્ણ શરીર પર એક સારું મોઇશ્ચરાઇઝર લગાડે છે, જેથી તેની ત્વચા નખશિખ પોષણ પામી શકે.

શિલ્પા શેટ્ટી રાતે સૂતાં પહેલાં ચહેરો સાફ કરીને અને મેકઅપ દૂર કરીને સૂએ છે. આવું ન કરવાથી સ્કિનના છીદ્રો બંધ થઈ જાય અને ત્વચા સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા છે.

તે ત્વચા પર સનસ્ક્રીન લગાવ્યા વિના ક્યારેય ઘરની બહાર નથી નીકળતી. ઉનાળામાં સૂર્યકિરણો આકરાં હોઈ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી સ્કિન પર ફાઇન લાઇન્સ અને કરચલીઓ પડવા લાગે છે. જેથી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો એક સારા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

તે હેર સ્ટ્રેટનર જેવી હીટ ટ્રીટમેન્ટથી પોતાના વાળને બચાવીને રાખે છે. તે એને બદલે તેના વાળને નેચરલી ડ્રાય કરે છે.  શિલ્પા શેટ્ટી તેની ત્વચા પર બહુ બધાં કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેનું માનવું છે કે ચહેરા પર સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે એનાથી ત્વચા સૂકી થઈ જાય છે.