સોહેલ ખાન, સીમા ખાને છૂટાછેડાની અરજી કરી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન અને એની ફેશન ડિઝાઈનર પત્ની સીમા ખાને એમનાં 24 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું છે. બંને એ એ માટે અહીંની કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. બંને જણ અરજી નોંધાવવા માટે કોર્ટમાં ગયાં હતાં અને ફોટોગ્રાફરોએ કોર્ટની બહાર બંનેને એમના કેમેરામાં ઝડપી લીધાં હતાં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સોહેલ અને સીમાએ બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરમાં આવેલી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. જોકે દંપતીએ હજી સુધી આ વિશે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. સોહેલે પંજાબી હિન્દુ સીમા સચદેવ સાથે 1998માં લગ્ન કર્યા હતા. બંનેને બે પુત્ર છે – નિર્વાન અને યોહાન. સોહેલ અને સીમાએ આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા હતા અને બાદમાં મુસ્લિમ રિવાજ પ્રમાણે નિકાહ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સોહેલનો મોટો ભાઈ અરબાઝ પણ એની પત્ની મલાઈકા અરોરાથી 2016માં છૂટો થયો છે. એ બંનેએ 2017માં છૂટાછેડા લીધા હતા. એમને એક પુત્ર છે – અરહાન ખાન, જે વિદેશમાં ભણે છે. સૌથી મોટો ભાઈ સલમાન ખાન હજી કુંવારો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]