શાહિદ કપૂરે મુંબઈમાં 56 કરોડમાં ડુપ્લેક્સ ફ્લેટ ખરીદ્યાનો અહેવાલ

મુંબઈ – બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂરે મુંબઈના વરલી વિસ્તારમાં એક ડુપ્લેક્સ ફ્લેટ અતિ મોંઘા ભાવે ખરીદ્યો હોવાનો અહેવાલ છે.

શાહિદે આ ફ્લેટ રૂ. 56 કરોડમાં ખરીદ્યો હોવાનું કહેવાય છે.

શાહિદે ફ્લેટની રજિસ્ટ્રેશન ફી તરીકે સરકારને રૂ. 2.91 કરોડ ચૂકવ્યા હોવાનું અહેવાલ જણાવે છે.

આ ફ્લેટ શાહિદે પોતાના અને એની પત્ની મીરા કપૂરનાં નામે ખરીદ્યો છે.

આ જ બિલ્ડિંગમાં અન્ય બે બોલીવૂડ અભિનેતાઓ – અક્ષય કુમાર અને અભિષેક બચ્ચનનાં પણ ફ્લેટ હોવાનું કહેવાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]