‘મરાઠમોળી’ અભિનેત્રી રિંકુ રાજગુરુઃ જુઓ પહેલા કેવી દેખાતી હતી અને હવે કેવી દેખાય છે

મુંબઈ – 2016માં આવેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની આર્ચીને કોણ ભૂલી શકે? શ્યામવર્ણ, મોટી આંખો, શરીરે થોડીક જાડી, તોય સુંદર. પણ હવે તમે એ જ આર્ચી (રિંકુ રાજગુરુ)ને જુઓ તો પહેલી નજરે ઓળખી જ ન શકો. ગેરન્ટી.

બે જ વર્ષમાં રિંકુનો લૂક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. એ શરીરે ઘણી પાતળી થઈ ગઈ છે, ચહેરો સુકોમળ દેખાય છે. એકદમ સ્કૂલગર્લ જેવી દેખાય છે.

બે વર્ષ પહેલાંની વાત કરીએ તો, ગોટમટોળ ચહેરાવાળી હોવા છતાં રિંકુએ ‘સૈરાટ’ની ભૂમિકા દ્વારા વ્યાપક લોકપ્રિયતા હાંસલ કરી હતી. એ ફિલ્મમાં કામ કરતી વખતે એણે તેનાં નેચરલ લૂકને મેકઅપના થથેડા નીચે જરાય છૂપાવ્યા નહોતા. એ તેની એક્ટિંગ વડે છવાઈ ગઈ હતી.

‘સૈરાટ’ ફિલ્મની આર્ચી – રિંકુ રાજગુરુ

પણ હવે એ જ રિંકુ પહેલા જેવી દેખાતી નથી. સાવ જ બદલાઈ ગઈ છે.

ગૂગલ પર હોટેસ્ટ સર્ચ ટોપિક્સમાંની એક રિંકુ પણ બની છે.

આ ચમત્કાર કેવી રીતે થયો? તો જવાબમાં રિંકુ કહે છે, ખાસ મહેનતથી. મને એમ લાગ્યું હતું કે હું બહુ જાડી છું અને મારે વેઈટ ઓછું કરવું જોઈએ. એટલે વિશેષ પ્રકારના વ્યાયામ અને ડાયેટથી વજન ઘટાડ્યું.

આમ છતાં, રિંકુ વળી એમ પણ કહે છે કે મને જે થાય એ ખાઉં છું.

રિંકુએ એનું વજન ઉતારવા સાથે એની સ્ટાઈલ પણ બદલી નાખી છે.

આ જ રિંકુ અને આકાશ ઠોસર અભિનીત ‘સૈરાટ’ ફિલ્મ પરથી હિન્દી ફિલ્મ ‘ધડક’ બની છે અને હાલમાં જ રિલીઝ થઈ છે.

રિંકુ રાજગુરુનાં માતા-પિતા