રીટા, હું તારી સાથે દર 10-વર્ષે લગ્ન કરીશઃ ડિરેક્ટર

મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ના ડિરેક્ટર માલવ રજદાએ ફરીથી  રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજા સાથે ફરી લગ્ન કર્યાં હતાં. માલવ રજદા અને પ્રિયા આહુજાએ શનિવારે 20 નવેમ્બરે લગ્ન કર્યા હતાં અને રીતરિવાજોના ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા.

માલવ અને પ્રિયાના લગ્નમાં તેમનો પુત્ર અરદાસ પણ સામેલ થયો હતો. અરદાસનો જન્મ 27 નવેમ્બર, 2019 થયો હતો. પ્રિયા આહુજાએ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી.  તેમનાં લગ્નમાં શોની સંપૂર્ણ ટીમ સામેલ થઈ હતી. માલવ રજદા અને પ્રિયા આહુજાની 20 નવેમ્બરે 10મી લગ્નની વર્ષગાંઠ હતી બંનેએ આ નિમિત્તે ફરીથી લગ્ન કરવાનું  નક્કી કર્યું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ ભજવી પ્રિયા આહુજાએ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે 2011માં લગ્ન કર્યાં હતાં. હાલમાં જ લગ્નને 10 વર્ષ થતાં પ્રિયા તથા માલવે બીજી વાર લગ્ન કર્યાં હતાં.

પ્રિયા આહુજાએ લગ્ન માટે પિન્ક કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે માલવે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. માલવ રજદાએ પ્રિયાના ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું હતું કે હું તારાથી દર 10 વર્ષે લગ્ન કરવા ઇચ્છું છું.

આ લગ્નમાં તારક મહેતા કા ઊલટા ચશ્માં સિરિયલના કલાકારો હાજર રહ્યા હતા, જેમાં દિલીપ જોશી (જેઠાલાલ), પલક સિંધવાની (સોનુ), પોપટલાલ (શ્યામ પાઠક), અમિત ભટ્ટ (ચંપકલાલ) સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]