પ્રિયંકાએ મેગન મર્કલને ‘બર્થડે’ની શુભેચ્છાઓ પાઠવી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ મિત્ર મેગન મર્કેલ- ડચેસ ઓફ સક્સેસને 40મી બર્થડે પર શુભકામનાઓ આપી હતી તથા તેની પહેલને ટેકો કરવાનો સંકલ્પ કર્યો હતો, જેથી એ મહિલાઓની મદદ કરી શકાય, જેમણે કોરોના રોગચાળા દરમ્યાન પોતાની નોકરીઓ ગુમાવી છે.

પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે તે એટલા માટે ખુશ છે અને મેગન મર્કેલને એની બર્થડે પર તેણે વિશ કર્યું હતું અને અન્ય લોકો માટે સામાજિક કાર્યો ચાલુ રાખવા જણાવ્યું હતું. પ્રિયંકાએ મેસેજમાં લખ્યું હતું કે ‘હેપી બર્થડે’ મેગન, પ્રિયંકાએ લખ્યું હતું કે રોગચાળાએ વિશ્વને મહિલાઓને પ્રભાવિત કરી છે. માત્ર અમેરિકામાં જ જાન્યુઆરી 2020થી 20 લાખ મહિલાઓએ નોકરીઓ ગુમાવી હતી.

મહિલાઓ સમાજ માટે અનેક પ્રકારની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જેમાં તે માતા તરીકે, સિનિયર મેનેજમેન્ટ પોઝિશન પર કામ કરી રહી છે, જે આપણા સમાજની સ્તંભ  છે. તેઓ બાળકો અને પરિવારના સિનિયર સિટિઝનની સારસંભાળ સહિત ત્રેવડી જવાબદારી નિભાવી રહી છે. એટલે મહિલાઓને તેમની નોકરીઓને પરત લેવડાવવામાં મદદ કરવાનો સમય છે.

‘ધ ડચેસ ઓફ સસેક્સેસ’ની પાર્ટીમાં તેણે 40 મિત્રોને મહિલાઓને જોબ અપાવવામાં મદદ કરવા માટે 40 મિનિટનો સમય આપવા કહ્યું હતું.